મોરબી જીલ્લા પોલીસ દ્વારા ગઈકાલે તા.૨૨/૦૯ના મકનસર ગામ વણઝારા મેલડી મંદિરના પટાંગણમાં આશાપુરા જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે આ સેવા કેમ્પને મોરબી નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ સાથે મોરબી જીલ્લા પોલીસ મથકના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આ સેવા-કેમ્પમાં પદયાત્રીઓની સેવા કરવાનો લાભ લેશે.
આ સેવા કેમ્પમાં ઉપસ્થિત મોરબી જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૧૯ વર્ષથી મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ વણઝારા મેલડી માતાજી મંદિર ખાતે આશાપુરા જતા પદયાત્રીઓ માટે મકનસર ગ્રામવાસીઓ દ્વારા સેવા-કેમ્પનું આયોજન થતું હોય છે.
ત્યારે છેલ્લા બે વર્ષથી આ સેવા-કેમ્પમાં મોરબી જીલ્લા પોલીસ જવાનો જોડાયા છે. ત્યારે આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ તથા આહારની નિઃશુલ્ક સુચારુ વ્યવસ્થા રાખવામાં આવી છે.
તેમજ મકનસર ખાતે આવેલ હેડ ક્વાર્ટરમાં ૨૪ કલાક ૧૦૮ એમ્બ્યુલન્સ હોય ત્યારે પદયાત્રીઓ માટે તબીબી આપતકાલીન સ્થિતિ સમયે તે ત્યાં આ સેવા-કેમ્પ ખાતે પહોંચી જશે.
ત્યારે મોરબી જીલ્લા પોલીસના અનન્ય સેવા કેમ્પનો લાભ લેવા મોરબી જીલ્લા નાયબ પોલીસવડા પી.એ.ઝાલા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.