૧૦ જાન્યુઆરી ના રોજ ટંકારા ના ૧૩ ગામડા ના ખેતરે મળશે વિજ પુરવઠો સરકાર ના મંત્રી કુંવરજી બાવળિયા ના હસ્તે યોજના નો આરંભ થશે.
જગતતાત ને કડકડતી ઠંડીમાં અને ઉનાળામાં રાત્રીના ઝેરી જનાવરના ભય હેઠળ ખેતરે પિયત માટે વિજ પુરવઠો બંધ કરી દિવસે પાવર મળેની માંગણી બાદ રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત તબક્કાવાર તાલુકાના ગ્રામ્ય ખેત વિજ જોડાણ માટે દીવસે આપવા માટે ટંકારના ૧૩ ગામડા ને આવરી લઈ આગામી ૧૦ જાન્યુઆરીના રોજ પાણી પુરવઠા અને પશુપાલન યોજના મંત્રી કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે જામનગર રોડ પર સ્થિત પ્રભુચરણ આશ્રમ ખાતે બપોર ના ત્રણ વાગ્યે કરવામાં આવશે. આ તકે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહશે ત્યારે ટંકારાના ખેડુતો ને હવે દિવસે વિજ પુરવઠો મળશે ની યોજનાને ટંકારા ભાજપના મહામંત્રી સંજય ભાગિયા રૂપસિંહ ઝાલા સહિત ના કાર્યકરો એ આવકારયો છે અને સરકાર નો આભાર વ્યક્ત કર્યો છે.