મોરબીના સિરામિક ઉદ્યોગને મૃતપાય થતો બચાવવા જરૂરી પ્રોત્સાહક પગલાં લેવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું કે, મોરબીના સીરામીક ઉદ્યોગથી અસંખ્ય લોકોને રોજગારી મળી રહી છે એટલુ જ નહીં મોરબીના સિરેમિક ઉધોગના કારણે અન્ય બીઝનેશો જેવા કે ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ વગેરે પણ વિકસેલા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યો છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને પગલે કન્ટેઈનરનો ભાવ વધારો ઉપરાંત રો.મટીરીયલ્સનો ભાવ વધારો ઈલેક્ટ્રીસીટીનો ભાવ વધારો અને હવે ગુજરાત સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા લાદવામાં આવેલ કમરતોડ ભાવ વધારાના કારણે ઉદ્યોગને મારણતોડ ફટકો પડ્યો છે. હાલમાં ૫૦% થી પણ વધારો યુનિટો બંધ છે. અને ચાલુ છે. તે પણ ૫૦% જ ઉત્પાદન લઇ શકે છે. આમ હાલમાં ૨૫% જ ઉત્પાદન છે. તેમ કહેવું પણ ખોટું નથી. અંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ હવે મોરબીની સિરામિક પ્રોડક્ટની પડતરના થતી હોવાથી એક્સપોર્ટ પણ ઘટી જવા પામેલ છે. ડોમેસ્ટિક માર્કેટમાં પણ ભાવ વધારાના કારણે ડીમાંડમાં મોટા પાયે ઘટાડો આવેલ છે.
આથી ઉદ્યોગમાં નવા પ્રાણ પુરવા ગેસનો ભાવ વધારો બંધકરી ભાવોમાં ઘટાડો કરો અને ગુજરાત સરકારનો જે પણ ટેક્સ ગેસ પર હોય તે નાબુદ કરવો જોઇએ વધુમાં કન્ટેઈનર ના ભાવ વધતા જે એક્સપોર્ટમાં ઘટાડો આવેલ છે. તે એક્સપોર્ટમાં વધારો થાય તે માટે એક્ષ્પોર્ટ કરનાર યુનિટ ને કન્ટેઈનર ભાડા સામે સબસીડી આપવી જરૂરી છે અને ગુજરાત સરકાર માંથી એક્સપોર્ટ કરનારને કરવેરાના લાભો પણ આપવા જોઈએ. તેમજ એક વર્ષ સુધી ભાવ વધારો ન આવે તેવુ આયોજન કરવુ જોઈએ. ડોમેસ્ટિક માર્કેટ માં વેચાણ વધે તે માટે ઉધોગ કરો ને કોઈ સ્કીમ લાવી ને પ્રોત્સાહન આપી નબળા પડેલા યુનિટોના દેવા માફ કરવા જોઈએ તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ રજૂઆતના અંતમાં જણાવ્યું હતું.