મોરબી સહિત રાજ્યભરની નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકાય છે જેનો 31માર્ચ છેલો દિવસ હતો ત્યારે આ યોજના બે મહિના સુધી લંબાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોઇ નગરપાલિકાની પાછલી બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી હોવાથી કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે , પ્રોત્સાહન મળે તેમજ નગરપાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે ” આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના ” અમલમાં મુકાય હતી.જેમાં નગરપાલિકાઓમાં મિલકત પેટેના જુના માંગણા ભરપાઈ કરવા માટે વેરાની બાકી રકમ તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ સુધીમાં ભરપાઇ કરે તો નોટીસ ફ્રી / વ્યાજ / પેનલ્ટી / વોરંટ ફી પેટેની ૧૦૦ ટકા રકમ માફ કરવામાં આવી હતી. જેના આવકારને ધ્યાને લઇ આઝાદી કા અમૃત મહોત્સવમા પ્રોત્સાહક વળતર યોજના ” ની મુદતમાં વધુ બે માસ એટલે કે તા .૩૧ / ૦૫ / ૨૦૨૨ સુધીનો વધારો કરવાની મંજુરી આપવામાં આવેલ છે .