મોરબી જિલ્લામાં વધતા અકાળે મોતના બનાવો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં જુદી-જુદી ત્રણ જગ્યાઓએ અકાળે મોતનો બનાવ બન્યો હાલતો. જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, વણાંકનેરના વીશીપરામાં રહેતા લાભુબેન ભુપતભાઇ વિંઝવાડીયા નામના આધેડ મહિલાને ગત તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે તેમની તપાસ કરી તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જયારે અન્ય બનાવામાં મોરબી તાલુકાનાં સીતારામનગર, મકનસરમાં રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઇ ચૌહાણને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે તેઓને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમા લઇ જવાય હતા. જ્યાં તેમની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
અજાણ્યા ડમ્પર ચાલકે સાયકલ સવાર શખ્સને હડફેટે લેતા મોત
મોરબીમાં અકસ્માતોનાં બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેવામાં ગઈકાલે વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સને અજાણ્યો ડમ્પર ચાલકે હડફેટે લેતા સાઇકલ સવાર શખ્સ ગંભીર રીતે ઘવાયો હતો. જેનાં કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી વધુ મૃત જાહેર કર્યો હતો. જે સમગ્ર મામલે મનુભાઇ રૂપાભાઇ ડામોરે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.