મોરબી જિલ્લામાં કોરોનાની રફતાર ફરી વધી રહી છે. જિલ્લામાં આજે ફરી નવા 15 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ 150 પહોંચવા આવ્યા છે. આમ થોડા જ દિવસોમાં કોરોનાએ વરવું સ્વરૂપ લઈ લીધું છે. જો કે આજે 23 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 759 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 15 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 04, મોરબી શહેરમાં 05 કેસ, વાંકાનેર ગ્રામ્યમાં 02, વાંકાનેર શહેરમાં 03 અને ટંકારા-માળીયા ગ્રામ્ય વિસ્તારમાં બે-બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે હળવદ શહેર- ગ્રામ્ય, ટંકારા શહેર અને માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. જયારે આજે 15 પોઝીટીવ કેસ સામે મોરબી તાલુકાના જ માત્ર 18 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તેમજ વાંકાનેરનો 01 અને ટંકારા-માળીયાના 02-02 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા 150 પર પહોંચી છે.