Monday, November 18, 2024
HomeGujaratહળવદ નગરપાલિકાના સફાઈ કામદારો અચોકસ મુદતની હડતાલ છઠ્ઠા દિવસે યથાવત:કાલથી ભૂખ હડતાળ...

હળવદ નગરપાલિકાના સફાઈ કામદારો અચોકસ મુદતની હડતાલ છઠ્ઠા દિવસે યથાવત:કાલથી ભૂખ હડતાળ પર ઊતરશે

ગઇકાલે સફાઈ કામદારો દ્વારા  આંદોલન છાવણ થી ડો.આંબેડકર  સર્કલ થી લક્ષ્મીનારાયણ ચોક થઈ શહેરના રાજમાર્ગો પર મૌન રેલી યોજી હતી

- Advertisement -
- Advertisement -

હળવદ નગરપાલિકા ખાતે  વાલ્મિકી સફાઈ કામદારો તારીખ ૩૦/૬  થી અચોકસ મુદતની હડતાલ  ઉતયૉ છે. હડતાલ ના આજે છઠ્ઠા દિવસે પણ આ હડતાલ યથાવત છે અને આવતીકાલથી ભૂખ હડતાળ પર ઊતરશે.

હળવદ વાલ્મિકી સફાઈ કામદારોને વર્ષોથી  કાયમી ન કરવામાં આવતા અને પાલિકા દ્વારા સામાજિક અસ્પુષયતા રાખવામાં આવતી હોવાનું આક્ષેપ કર્યો હતો અમારી સમસ્યાઓ નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોકસ મુદતની હડતાલ ચાલું રહેશે.આગામી દિવસમાં  નિરાકરણ નહીં આવે તો  રોડ રોકો  આંદોલન, નગરપાલિકા તાળાબંધી, આત્મવિલોપન કરવા સહિતની ચીમકી ઉચ્ચારી હતી.

હળવદ નગરપાલિકા ખાતે ૩૦ તારીખ થી  રોજમદાર સફાઇ કામદારો અચોક્કસ મુદતની  હડતાલ ઉતારીયૉ છે‌.

દલિત સમાજના આગેવાન સાવનભાઈ  મારૂડા જણાવ્યું હતું કે જયા  સુધી સમસ્યાનો સુખદ અંત નહિ આવે ત્યાં સુધી  અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે,આગામી દિવસમાં માંગણી સંતોષોવામાં નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી  ધારણા પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉતારી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!