આજે ભારત દેશના 79 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાત સાથે દેશભરના વાતાવરણમાં આજે દેશભક્તિ અને દેશદાઝ સાથે નાગરિકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મોરબીની ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ભારત દેશના સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના મંત્રી અને ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે. આર. ચાવડાના વરદ હસ્તે ભારત દેશની આનબાન અને શાન એવા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો. તેમજ રાષ્ટ્રીય ગાન ગાય તમામના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે શાળા કર્મચારી ગણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,