ભારતના ઉત્તર અને પશ્ચિમી સરહદી વિસ્તારોમાં આજે રાત્રે સ્થિતિ ગંભીર બની ગઈ છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે.ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન તરફથી થતા મિસાઇલ હુમલાના પ્રયાસોનો સફળતાપૂર્વક પ્રતિસાદ આપ્યો છે.
સૂત્રો મુજબ, જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરબેઝ પર હુમલાનો પ્રયાસ થયો હતો. તેમાં S-400 સુદર્શન ચક્ર વાયુસેના સિસ્ટમ દ્વારા પાકિસ્તાનની 23 મિસાઇલમાંથી 8 મિસાઇલ તરત જ તોડી પાડી હતી. જીલ્લા અખનૂર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે ધડાકાના અવાજો સાંભળાયા બાદ તરત એર સાયરન વગાડવામાં આવ્યા.
જમ્મુ અને કુપવાડામાં, તેમજ રાજસ્થાનના જેસલમેરમાં, રાત્રિના સમયે સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરાયું હતું. લોકોએ ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.આ મામલે ડીજીપીએ કહ્યું કે, “આ સમગ્ર પ્રદેશમાં એલર્ટ છે અને એર ડિફેન્સ સિસ્ટમ તત્પર સ્થિતિમાં છે.”
પંજાબમાં પણ આવા જ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે, અને પાટગમ વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ અને હાઈ એલર્ટ જારી છે.