Friday, October 11, 2024
HomeGujaratમોરબીના ખનન માફીયાઓ વિરૂદ્ધ પુરાવા સાથે અધિકારીઓને મેઈલ કરનાર ભારતીય સેનાના જવાનની...

મોરબીના ખનન માફીયાઓ વિરૂદ્ધ પુરાવા સાથે અધિકારીઓને મેઈલ કરનાર ભારતીય સેનાના જવાનની માહિતી લીક થતાં જીવનું જોખમ ઉભુ થયુ:તપાસ SMC ને સોંપવા અગ્ર સચિવને પત્ર લખાયો

મોરબીના પ્રવીણસિંહ બહાદુરસિંહ ઝાલા (હેડ ક્લાર્ક ઓફ ભારતીય થલ સેના) દ્વારા મોરબી પંથકમાં થઈ ગેર કાયદેસર ખનિજ ચોરી સામે મોરબી જિલ્લા કલેકટર, ભૂસ્તર શાસ્ત્રી મોરબી જિલ્લા, અને વાકાનેર
પ્રાંતને ભૂ માફીયા વિરૂદ્ધ નામ જોગ અરજી કરવામાં આવી હતી. જે અરજી માત્ર ૧૬ કલાકમા જ ભૂ માફીયાઓ સુધી પોહચાડી સરકારની વિરુદ્ધ કામગીરી કરી, ગુપ્તતા નિયમ ભંગ કરી ફરિયાદી અને તેના પરિવાર પર જીવનું જોખમ ઉભુ કરનાર મોરબી જિલ્લાના કલેકટર, વાકાનરે પ્રાંત અને મોરબી જિલ્લા પ્રાંતની વિરૂદ્ધમા અગ્ર સચિવ રેવન્યુ વિભાગમા રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના પ્રવિણસિંહ ઝાલા (હેડ ક્લાર્ક ઓફ ભારતીય થલ સેના) દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ખનીજ માફિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે મેં બુધવારે મોડી રાત્રે મોરબી જિલ્લાના મોટા ખનીજ માફિયાની માહિતી મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઈમેલ મારફતે આપી હતી. આ માહિતી મોરબી જિલ્લા કલેક્ટર, ભૂસ્તર શાસ્ત્રી મોરબી,અને ડેપ્યુટી કલેકટર વાંકાનેરને મોકલી આપી હતી. ત્યારે તે અરજી કર્યાના 16 કલાકમાં જ અરજી લીક કરી નાખવામાં આવી અને સરકારી વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ મારા અને મારા પરિવાર ઉપર જીવનું જોખમ ઉભું કર્યું છે તેમ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. તેમજ તમામ અધિકારીઓને આ ટેબલ સાથે સંકળાયેલ દરેક ભ્રષ્ટ બાબુઓએ ગુપ્તતા નિયમનો ભંગ કરીને આ માહિતીને લીક કરી છે તે મોરબી જિલ્લાના આ ત્રણેય અધિકારીઓની બદલીની માગ સાથે તટસ્થ તપાસ કરી એક કમિટીની રચના કરી આ કેસ સ્ટેટ વિજિલન્સ કર્મનિષ્ઠ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપાય તેવી માંગ સાથે અગ્ર સચિવને રજુઆત કરવામાં આવી છે. તેમજ તમામ લોકોના મોબાઇલને જપ્ત કરી એમાં પણ જે વ્યક્તિના મોબાઇલ માથી અરજી જ્યાં જ્યાં ફોર્વડ થઈ છે એ વ્યક્તિ ના મોબાઇલ જપ્ત કરી ને એફ એસ એલમા મોકલવામા આવે તેવો માંગ પણ કરાઈ છે. સાગઠીયા જેવા મોરબીના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી નહી થાય તો નામદાર હાઈ કોર્ટમા જશે તેમજ ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડીને રહેશે તેમ જ જરૂર પડ્યે રાષ્ટ્રપતિ પાસે ન્યાયની માંગણી કરશે અને ત્યાં પણ ન્યાય નહિ મળે તો મને મળેલ તમામ મેડલ અને એવોર્ડ રાષ્ટ્રપતિના શરણે મૂકીને ભારતીય થલ સેનામાંથી રાજીનામુ આપીશ દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!