ધરપકડ કરાયેલા બેની ઓળખ જગજીત સિંહ અને જસવિંદર કૌર તરીકે થઈ છે જેઓ પતિ-પત્ની છે.
બુધવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓ દ્વારા 45 પિસ્તોલ લઈને એરપોર્ટ પર આવેલા બે ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.આ દંપતી 10 જુલાઈના રોજ વિયેતનામથી ભારત પરત ફર્યું હતું અને ઝડપાયેલા બે નાગરિકો પૈકી જગજીત સિંહને તેના ભાઈ મનજીત સિંહે આપેલી બે ટ્રોલી બેગમાં કુલ ૪૫ પિસ્તોલ મળી આવી હતી.
જો આ તમામ પિસ્તોલ અસલી હશે તો તેની કિંમત આશરે ૧૨,૫૦,૦૦૦ જેવી થઈ શકે છે પરંતુ આ બંદૂકો અસલી છે કે નહીં તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે અને કાઉન્ટર ટેરરિઝમ યુનિટ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) આ કેસ રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.