ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડયાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. હિતેષભાઇના જન્મદિવસ નિમિતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સાક્ષરતા વીકની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકોનો CCC નો કોર્સ પૂર્ણ થતા તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
હિતેષભાઇ પંડયાના જન્મદિન નિમિતે મોરબીના આર્થિક રીતે નબળી પરિસ્થિતિ વાળા પરિવારના ૩૦ બાળકોને નિઃશુલ્ક CCC નો કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો. જે કોર્સ આજરોજ પૂરો થતાં 30 બાળકોને કોર્સના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. આ તકે ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાએ પ્રોજેક્ટના દાતા નરેશભાઈ કાનજીભાઇ મેપાની (દુબઇ)અને સુજાતન કમ્પ્યુટર ક્લાસના હિનાબેન પરમારનો ક્લબ વતી આભાર માન્યો હતો. ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબીના મેમ્બર હીનાબેન પંડ્યા, સુનિતાબેન દોશી, પૂનમબેન હિરાણી અને કોમલબેન આચાર્ય એ સાથે મળીને પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો.