પર્યાવરણપ્રેમી સ્વ. દિગ્વિજયસિંહજી ઝાલાની ભલામણથી રેલવેના પાટામાં અગાઉ લાકડાનો ઉપયોગ થતો તે બંધ થયો:તેમની ભલામણથી જ ભારતમાં પર્યાવરણ મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું.
આજે પણ તેમનો આ પર્યાવરણ પ્રેમનો વારસો તેમના પુત્ર રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરિદેવસિંહ ઝાલાએ સાચવી રાખ્યો અને ૮૦ હજારથી વધુ વૃક્ષો વાવ્યા
વાંકાનેર સ્ટેટ મહારાણા સ્વ. દિગ્વિજયસિંહજી ઝાલાનો જન્મ ૨૦ ઓગષ્ટ ૧૯૩૨ વાંકાનેર સ્થિત રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. વાંકાનેર સ્ટેટના મહારાણા સ્વ. દિગ્વિજયસિંહ પયૉવરણ પ્રેમી હતા તેથી તેમના કારણે જ ભારતભરમાં રેલવેમાં લાકડાનો ઉપયોગ બંધ થયો હતો. અને ભારત સરકારમાં પર્યાવરણ મંત્રાલય શરૂ કરાવનાર મહારાણા સ્વ.દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલા જ હતા કે જેઓ જ દેશના પર્યાવરણ મંત્રાલયના સૌ પ્રથમ મંત્રી બન્યા હતા. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે વાંકાનેર સ્ટેટના રાજવી સ્વ. દિગ્વિજયસિંહજી વિશે થોડી વાત કરવી છે.
વાંકાનેર સ્ટેટ મહારાણા સ્વ.દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાનો જન્મ ૨૦ ઓગષ્ટ ૧૯૩૨ ના રોજ વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. જેઓ વાંકાનેર સ્ટેટના કેપ્ટન પ્રતાપસિંહજી સાહેબના સૌથી મોટા પુત્ર છે. જેમણે રાજકુમાર કોલેજ રાજકોટમાં શિક્ષણ મેળવ્યું હતું. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ એટલે કે પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. વાંકાનેરની સીટ પરથી ૧૯૬૨-૧૯૭૨ સુધી ધારાસભ્ય અને ૧૯૮૦-૧૯૮૯ સુધી સુરેદ્રનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. વાંકાનેર સ્ટેટમાં મહારાણા સ્વ. દિગ્વિજયસિંહજી પર્યાવરણ પ્રેમી હતા તેથી જ તેમણે ભારતભરમાં રેલવેમાં લાકડાનો ઉપયોગ બંધ કરાવ્યો હતો. અને ભારત સરકારમાં ખાસ પર્યાવરણ મંત્રાલય બનાવી પ્રથમ પર્યાવરણ મંત્રી બન્યા હતાં. તેમજ ભારત સરકારનું વિદેશ પ્રતિનિધિઓ જાય તો તેનું સુકાન દિગ્વિજયસિંહજી ઝાલા જ સંભાળતા હતા. જેઓ પ્રજાવત્સલ રાજવી હતા. વાંકાનેરનાં મહારાણા તરીકે તમામને પોતાના રાખી વાંકાનેરનાં વિકાસમાં તેમણે સિંહફાળો આપ્યો છે. ત્યારે આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમના સુપુત્ર મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા પણ પોતાના પિતાનાં પગલે ચાલી ગઢીયા ડુંગરમાં હજારો વૃક્ષો પોતાના પિતાની યાદમાં વાવી લીલીછમ હરિયાળીની ક્રાંતિ સર્જી દીધી છે. તેમને નાની વયમાં રાજ્યસભાનાં સાંસદ બનવાનો અવસર મળ્યો છે. આ રાજ પરિવારનાં સદગુણો છે જેઓ પ્રજાપ્રિય રહીને લોકોના વિકાસના કર્યો કરી રહ્યા છે.