મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજય યોગ બોર્ડના સહયોગથી ગુજરાત સ્થાપના દિવસ ૦૧ મે ૨૦૨૫ થી કેસરબાગ ખાતે દરરોજ સવારે ૭.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી મોરબીના નગરજનો માટે વિનામૂલ્યે યોગ કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે. મોરબીવાસીઓ માટે સારા આરોગ્ય અને સુખાકારીની દિશામાં મોરબી મહાનગરપાલિકા દ્વારા આ આયોજન ચાલુ કરવામાં આવ્યુ છે.
મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી નગરજનોના આરોગ્ય અને સુખાકારી માટે ગુજરાત સ્થાપના દિવસ ૦૧ મે ૨૦૨૫ થી યોગ કલાસીસનો આરંભ કરવામાં આવ્યો છે. કેસરબાગ ખાતે દરરોજ સવારે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન યોજાતા આ યોગ શિબિરમાં નગરજનોને વિનામૂલ્યે યોગાભ્યાસનો લાભ મળશે. આ યોગ કલાસીસનો મુખ્ય ઉદ્દેશ મોરબી નગરજનોમાં યોગ વિશે જાગૃતિ લાવવી અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનું છે. યોગ ક્લાસીસ નિયમિત અને સતત ચાલતી રહેશે, જેથી વધુમાં વધુ નાગરિકો તેનો લાભ લે તેમ મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.