સાથે જ ઘરમાં થયેલ ચોરીના રૂ.૧૭.૨૧ લાખના સોના ચાંદીના ઘરેણાં તથા રોકડ અરજદારને પરત કર્યા.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અને “CEIR” પોર્ટલના ઉપયોગથી ૨૧ ખોવાયેલ મોબાઇલ શોધી રૂ. ૩,૮૧,૦૦૦ ના મુદ્દામાલ મૂળ માલીકને પરત આપ્યા છે. આ ઉપરાંત ચોરીના ગુન્હામાં રૂ. ૧૦.૨૦ લાખના દાગીના અને રૂ. ૩.૨૦ લાખની રોકડ સહિત કુલ રૂ. ૧૭.૨૧ લાખનો મુદ્દામાલ પણ ફરિયાદીને સોંપવામાં આવ્યો છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અને CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા છે. સીટી એ ડિવિઝન પીઆઇ આર.એસ. પટેલના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા અને પો.કોન્સ. કપીલભાઇ ગુર્જર દ્વારા ટેકનિકલ વર્ક આઉટ કરી, “CEIR” પોર્ટલ પર નોંધણી કરીને સતત મોનીટરીંગ દ્વારા વિવિધ લોકોએ ગુમાવેલા મોબાઈલ ફોનનું સતત મોનીટરીંગ કરી કુલ ૨૧ મોબાઈલ ફોન મળી જેની કુલ કિંમત રૂ. ૩,૮૧,૦૦૦/- ના મુદ્દામાલ અરજદારોને પરત આપ્યા છે. આ ઉપક્રમે “પોલીસ પ્રજાની મિત્ર છે” એ વાતને સાર્થક કરી છે.
તદુપરાંત મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીની ફરિયાદમાં શનાળા રોડ સ્થિત ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડના ભાડાના મકાનમાંથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના રૂ. ૧૦,૨૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ. ૩,૨૦,૦૦૦/- એમ કુલ રૂ.૧૭.૨૧ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો, તે મુદ્દામાલ પણ ફરીયાદીને સોપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં પીઆઇ આર.એસ. પટેલ, પીએસઆઇ જયસુખભાઇ ગોહિલ, એએસઆઈ કિશોરભાઈ મિયાત્રા, સવજીભાઈ દાફડા, જયવંતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયદાન હરદાન, હિતેશભાઇ વશરામભાઇ, સિદ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયદીપભાઇ ગઢવી, તથા મહિલા કોન્સ્ટેબલ કોમલબેન મિયાત્રા અને મોનાબેન રાઠોડ રોકાયેલ હતા.