મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગર ગામમાં ગત ગુરુવારે રાત્રીના મવાના પૈસા બાબતે માથાકૂટ થતા તલવાર અને ધોકા વડે મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે પ્રકરણમાં ઇજાગ્રસ્ત યુવાનોમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેને પગલે મામલો હત્યામાં પલટયો છે.
મોરબીના પ્રેમજીનગર ગામમાં રહેતા અને દુકાન ચલાવતા ગુલાબ ભાઈ પાસે બે દિવસ પહેલા તે જ ગામમાં રહેતા 6 આરોપીઓમાંથી એક આરોપીએ ઉધારમાં માવો લીધો હતો આથી દુકાનદારે બાકી રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને તલવાર, છરી, ધોકા વડે જીવલેણ ધીંગાણું ખેલાયું હતું. જેમાં આરોપીઓ ચુનીલાલ વઘોરા,કાંતાબેન ચુનીલાલ વધોરા,સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજી વઘોરા અને હસું મોહન વઘોરા, રહે .બધા પ્રેમજી નગર વાળાએ એકસંપ કરી ને દુકાનદાર ગુલાબભાઈ પર કરાયેલા હુમલામા ગુલાબભાઈ અને જયેશ ભાઈ તેમજ સુનિલભાઈ એમ ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત 3 યુવાનોમાંથી ગુલાબ ભાઈ શેખવા(ઉં 23) નું આજે સારવાર દરમિયાન મોત નોપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું. મોત ને પગલે આ બનાવ હત્યામાં પલટયો છે જેથી હુમલો અને મારામારીની કલમ બાદ હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસ દ્વારા વધુ તપાસ ચાલવાઈ રહી છે.