Tuesday, September 17, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ રોડ પર ટ્રેકટર હડફેટે માસૂમ બાળકનું મોત

વાંકાનેરના માટેલ રોડ પર ટ્રેકટર હડફેટે માસૂમ બાળકનું મોત

મોરબીમાં ટ્રેકટર ચાલકો બેફામ બન્યા છે. અવાર-નવાર ટ્રેકટર ચાલકોની બેદરકારીના કારણે કોઈને કોઈ વ્યક્તિનો જીવ લેવાતો હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગત રોજ બપોરના સમયે એક ટ્રેકટર ચાલકની બેદરકારીના કારણે એક માસુમ બાળકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાંકાનેરમાં માટેલ રોડ સનરાજ મીનરલ્સ કારખાનામાં લેબર કોલોની લાકડધારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા રાધાબેન ખેલસીંગ ભાભર નામની મહિલાનો નાનો બાળક ગઈકાલે સનરાજ મીનરલ્સ કારખાનામાં લાકડધાર પાસે રમી રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે આવતા જીજે-૩૬-એસ-૨૭૬૭ નંબરનાં ટ્રકના ચાલક મકના અનાસીંગ માવીએ બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવી બાળકને હડફેટે લેતા બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!