મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીક કારખાનામાં કામ કરતા સુનિલભાઈ ડામોરના ત્રણ વર્ષીય પુત્રનું સીરામીકમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકાના નીચી માંડલ ગામે રાધે સીરામીકમાં રહેતા સુનિલભાઈ ડામોર ગઈકાલ તા.૨૨/૦૬ ના રોજ રાધે સીરામીકમાં કામ કરતા હોય ત્યારે તેમનો ત્રણ વર્ષીય પુત્ર રિત્વિક પણ તેમની પાછળ-પાછળ ગયો હતો, જ્યાં સીરામીકમાં પાણીનાં ટાંકામાં રિત્વિક પડી જતા ડુબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ. કરૂણ બનાવ બાદ માસુમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે