Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું...

મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું

મોરબી જિલ્લામાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રક ચાલકો પુરપાટ ઝડપે પોતાનું ટ્રક ચલાવી અકસ્માતો સર્જતાં હોવાના અવાર-નવાર બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગત તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ મોરબીના ઉંચી માંડલ પાસેથી વધુ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે એક ત્રણ વર્ષીય બાળાનો ભોગ લેવાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ શિવમ ઇન્ડ્રસ્ટ્રીઝમાં રહેતા વિમલાબેન સંતુકુમાર હીરાલાલ નામની મહિલાની ત્રણ વર્ષીય દીકરી બીનાક્ષીબેન સંતુકુમાર હીરાલાલને GJ-03-W-8903 નંબરની ટ્રકના ચાલકે તળાવિયા શનાળા બાજુથી આવી પોતાનુ વાહન પુર ઝડપે ચલાવી ફરિયાદીના દિકરીને ટ્રકના આગળના ભાગેથી અડફેટે લઇ નિચે પાડી દઈ પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળાની માતાએ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭, મુજબ ગુનો નોંધાવ્યો છે.

વાંકાનેરમાં રોંગ સાઇડમાં આવતા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડ ઈજાગ્રસ્ત

મોરબીમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વાંકાનેરના સરતાનપર રાતાવીરડા રોડ પાસે રોંગ સાઇડમાં આવતા ટ્રક ચાલકે એક બાઇકને હડફેટે લેતા બાઈક સવાર આધેડ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે સમગ્ર મામલે ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના ત્રાજપર ગામે કુબેર સોસાયટીમાં રહેતા હરેશભાઇ મગનભાઇ દેગામા નામના આધેડ ગત તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ પોતાની GJ-36-N-9197 નંબરની હીરો સ્પલેન્ડર બાઈક લઈ સરતાનપર રાતાવીરડા રોડ લાટો સીરામીકથી આગળ બંધ કોમ્પલેક્ષ દુકાનો પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન GJ-12-BV-5211 નંબરના ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી રોંગ સાઇડ આવી હરેશભાઇની બાઇકને સામેથી ઠોકર મારી ફરીયાદીને રોડ પર પટકાવી ફરીયાદીને માથામાં ગંભીર ઇજા તથા જમણા હાથમાં કોણીથી કાંડા સુધી તથા જમણા પગમાં ઘુંટણ નીચે તથા નરાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી પોતાનું વાહન મુકી નાશી જતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!