મોરબી જિલ્લામાં બેકાબૂ વાહનો દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. વધુ એક અકસ્માતનો બનાવ વાંકાનેર બાઉન્ડ્રી પાસે બન્યો હતો. જેમાં બાઈક પર પતી પત્ની અને બાળકીને પાછળથી આવતા આઈસરે હડફેટે લેતા પરિવારનાં બે સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં સમઢીયાળા ગામે રહેતા ખેડૂત પરિવારના ત્રણેય સભ્યો ગત તા.૨૬/૧૧/૨૦૨૨ના રોજ GJ-36-A-9360 નંબરની હોન્ડા સાઈન ન્યુ બાઈક પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે નેશનલ હાઇવે રોડ પર લાલપરસીમ શાલીમાર હોટલ પાસેથી પોતાની પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી GJ-03-BV-5229 નંબરની આઇસરના ચાલકે ફરિયાદીના બાઈકની પાછળ ભટકાડી હતી અને અકસ્માત સર્જ્યું હતું. જેમાં પરિવારનાં સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ બાદી તથા તેમના પત્ની મેમુનાબેનને ગંભીર ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે તેમની પાંચ વર્ષની બાળકી મેઅરાજ ને પેટમાં અને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે આરોપી અકસ્માત કરી આઈસર મુકી નાસી છૂટ્યો હતો. જેને લઈ વાંકાનેર પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.