રાજકોટનાં મવડી વિસ્તારમાં માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. રાજકોટના મવડી નજીક આલાપધામ સોસાયટીમાં રહેતા મોરબીમાં શ્રમ અને રોજગાર વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા મેહુલ હીરાણીનો ત્રણ વર્ષીય પુત્ર શ્યામ પાર્કિંગમાં રમી રહ્યો હતો. ત્યારે એક કારે બાળકને ઠોકર મારતા બાળક ગંભીર રીતે ઘવાયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે મોરબીનાં નાયબ મામલતદાર મેહુલ હીરાણીના પુત્રના મૃતદેહને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેને લઈ માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગાતિમાં કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મેહુલ હિરાણીને સ્થળાંતરિત મતદારો નોડલ ઓફિસર તરીકે મદદનીશ શ્રમ આયુક્ત તરીકે નિમણૂક આપવામાં આવી હતી.