Tuesday, December 24, 2024
HomeGujaratપ્રેરણાદાયક :મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આર્થીક નબળા પરિવારનો હોસ્પિટલનો ખર્ચ ઉપાડ્યો

પ્રેરણાદાયક :મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયાએ આર્થીક નબળા પરિવારનો હોસ્પિટલનો ખર્ચ ઉપાડ્યો

મોરબીના સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના પ્રમુખ અજય લોરીયા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીનાં એક પરિવારે પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે આવ્યા હતા, જેની જાણ થતા જ અજય લોરીયા દ્વારા તેમના ઘરે જઈ ચેક અર્પણ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજાના પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેમેણે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે આવવું પડ્યું હતું. જેની જાણ થતા જ અજય લોરીયાએ તેમના ઘરે જઈ અને હોસ્પિટલનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો હતો. સેવા એજ સંપતિ ફાઉન્ડેશનનાં પ્રમુખ અજય લોરીયાએ પરિવારને 51,000 નો ચેક આપી હોસ્પિટલમાં દાખલ થવા અને હોસ્પિટલનો ખર્ચ ઉપાડવાની વાત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!