સામાન્ય રીતે કોઈ પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવે? કોઈ કેક કાપીને તો કોઈ મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવે પરંતુ મોરબીના શક્તિનગર ગામના સરપંચે જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી હતી અને પોતાનો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેલા લોકોને ભોજન કરાવી ઉજવ્યો હતો.
મોરબીના શક્તિનગર ગામના સરપંચ યશપાલસિંહ મહેંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેમણે પોતાનાં જન્મદિવસને અનોખી રીતે ઉજવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યશપાલસિંહે પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાય ઉજવણી કરી હતી અને શોભેસ્વર રોડ પર આવેલા વૃધ્ધાઆશ્રમ અને લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેલા લોકોને ભોજન કરાવી પ્રેરણાદાય ઉજવણી કરી હતી. ત્યારે ઉલ્લ્લેખનીય છે કે, બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સરપંચને ઠેરઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.