આજરોજ હળવદ શહેર ના સરા રોડ ખાતે નિર્માણાધિન પરમેશ્વર હોમ્સ – ૨ ના શુભારંભ કરવામાં આવ્યું હતું. પરંતુ શુભારંભ કરતા પહેલા ગૌમાતા ના પગલાં કરાવી અને લીલા ચારા ની નીરણ કરી અને પછી કાર્ય પ્રારંભ કર્યો હતો.
ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવી જગ્યા કે ગૃહ પ્રવેશ કરતા પહેલા ગૌમાતાની પધરામણી કરાવવી પડતી હોય છે. ત્યારે ૩૩ કોટી દેવી દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌમાતાને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ગૌમાતાને કામધેનુ પણ કહેવામાં આવે છે. ત્યારે હળવદના સરા રોડ ખાતે પરમેશ્વર હોમ્સ-૨ ના શુભારંભ સમયે ગૌમાતાના સમૂહ (ધણ)ની પધરામણી વેળાએ ત્યાં હાજર સૌ લોકોને વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતાનો અહેશાસ થયો હતો. અને ગૌમાતાના ગળે બાંધી રાખેલ ઘૂઘરીના નાદથી આહ્લાદક વાતાવરણ બાયું હતું. ત્યારે આ પ્રથાનો ફાયદો એ છે કે ગૌમાતાના પગલાં પડવાથી વાતાવરણમાં સકારાત્મકતા પ્રસરે છે અને તે જગ્યા પાવન બની જાય છે. ત્યાં રહેવા વાળા લોકોને સુખ અને શાંતિનો અનુભવ થાય છે તેવી લોક વાયકા પણ છે. ત્યારે આ પ્રકારે ગૌસેવા અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શુભ કાર્ય થકી શુભારંભની પરંપરા આજના યુગમાં અન્યો માટે પ્રેરણારૂપ બની રહેશે…