સમાજમાં રહેતા દરેક સામાન્ય વ્યક્તિ સાધારણ રીતે પોતાનું જીવન જીવી શકે છે, પરંતુ જ્યારે અસાધારણ વ્યક્તિ એટલે માનસીક રીતે અસ્વસ્થ વ્યકિત પોતાનું સાધારણ જીવન જીવી શકતો નથી.
ત્યારે આગામી સોમવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય જેની ઉજવણી આવા લોકો પણ કરી શકે તેના ભાગરૂપે આહીર મહિલા મંડળ દ્વારા આજ રોજ મંદબુદ્ધિના બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આહિર મહિલા મંડળ મોરબી દ્વારા રક્ષા બંધન પર્વની અનોખી ઉજવણી કરવામા આવી હતી.યદુનંદન, નિરાધાર તેમજ મંદબુદ્ધિના ભાઈઓને બહેનોને સાથે રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી.
પ્રમુખ કલ્પનાબેન જલું,ઉપપ્રમુખ ડૉ. હર્ષાબેન મોર, મંત્રી નંદનીબેન હુંબલ, સહમંત્રી નીતાબેન હુંબલ અને ખજાનચી ભારતી બેન વારોતરીયા અને ટીના બેન ભોચીયાએ ઉપસ્થિત રહી અનોખી રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજિક કાર્ય કરતા બહેનો જોડાયા હતા.