Thursday, December 26, 2024
HomeGujaratપ્રેરણાદાયી કાર્ય:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણાવાળા પાસેથી ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી...

પ્રેરણાદાયી કાર્ય:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણાવાળા પાસેથી ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવવાનો કર્યો પ્રયાસ 

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરોએ ઓનલાઇન કે શોપિંગ મોલમાંથી ખરીદી કરવાને બદલે રેંકડી – પાથરણા વાળાઓ પાસેથી મોટાપાયે ખરીદી કરી સામાન્ય વર્ગના ધંધાર્થીઓના ઘરમાં દિવાળીના દીપ પ્રગટાવવા પ્રયાસ કર્યો હતો. મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સામાન્ય વર્ગના વેપારીઓને સ્વનિર્ભર બનાવવા માટે તેમની પાસે જ ખરીદી કરવા મેસેજ આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

દિવાળી એટલે બમ્પર શોપિંગનો મહા ઉત્સવ. દિવાળી નિમિતે ધનિક, સામાન્ય કે ગરીબ સહિત દરેક વર્ગના લોકો પોત પોતાના આર્થિક માપદંડને ધ્યાને રાખી ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે.

હાલમાં મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદીનો જબરો ક્રેઝ છે. ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા વાળા રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ વેંચતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી લોકો ખરીદી કરીને તેમના ઘરમાં દિવાળીના દીપ પ્રગટાવે તેવા ઉમદા હેતુ સાથે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નાના માણસો પાસેથી શોપિંગ કરવાનું અનેરું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવાળી પર્વ નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે.

તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે આવા સાવ નાના વર્ગના માણસોનું ખમીર જળવાઈ રહે તેમજ તેમને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહન મળે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમને બદલે પાથરાણાવાળા લોકો પાસેથી દિવાળીની શોપિંગ કરી હતી. એટલું જ નહીં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ નાના વર્ગના માણસો પાસેથી બજાર ભાવે અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી દિવાળી પર્વ પર નાના લોકોના ચહેરા પણ ખુશીઓની લાગણી ફેલાઇ તેવો પ્રયાસ કર્યો છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ આ દિવાળી નિમિતે ચલાવેલા ખાસ અભિયાન અંગે જણાવ્યું હતું કે, લોકો શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો જેઓ પણ સામાન્ય વેપારીઓ હોય તેમની પાસે પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપે તેવો અભિયાન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આમ પણ દિવાળીએ ઉમંગ ઉલ્લાસનું પર્વ છે અને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ એકબીજાને ખુમારી પૂર્વક મદદરૂપ થઈને તહેવારની ઉજવણી કરવી એ જ તહેવારોનું સાચું સોહાર્દ છે. આથી આ રીતે દિવાળીના દીપ અમે સામાન્ય વર્ગના ઘરે પ્રગટાવીને એમને પણ તહેવારોની ઉજવણી કરવાનો અવસર આપ્યો છે. તેથી દરેક લોકો નાના વર્ગના ધંધાર્થીઓ પાસેથી દિવાળીની શોપિંગ કરે ત્યારે જ સંસ્થાનો હેતુ સાર્થક થયો ગણાશે તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!