ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોનું સ્વાસ્થ જાળવવા કીટ આપીને રસપુરીનું પૌષ્ટિક ભોજન કરાવ્યું
મોરબી : મોરબીમાં વર્ષોથી સામાજિક, સેવાકીય, શૈક્ષણિક તેમજ જન્મદિવસની આપવાના આંનદ હેઠળ ઉજવણી કરવા માટે જાણીતા થયેલા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના લગ્નની વર્ષગાંઠ તથા તેમની વ્હાલસોયી દીકરી મનસ્વીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોનું સ્વાસ્થ જાળવવા કીટ આપીને રસપુરીનું પૌષ્ટિક ભોજન કરાવી આ બન્ને પ્રસંગને ઉજવ્યા હતા.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના જીવનમાં આજે બેવડી ખુશી આવી હતી. જેમાં આજના દિવસે તેમની લાડલી દીકરી મનસ્વીનો જન્મદિવસ અને તેમના લગ્નની વર્ષગાંઠ છે.પણ તેઓએ આ બન્ને પ્રસંગની પોતે ખુશી અનુભવવાને બદલે યંગ ઇન્ડિયા ગ્રુપની વર્ષોની પરંપરા મુજબ બીજાને ખુશી આપવાનું નક્કી કર્યું હતું અને તેમની પુત્રીના જન્મદિવસ તેમજ તેમની લગ્નની વર્ષગાંઠ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની વર્ષોથી પરંપરા અનુસાર “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક કિર્યામાં જીવન ધોરણ એટલે જીવનશેલીમાં સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓની કીટ (સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્તિક ,રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓ) તથા બાળકો સહિતના જરૂરિયાતમંદ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી તેમની દીકરી માટે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને તેમના જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી તેઓએ લાગણી વ્યક્ત કરી છે.