મોરબીના હળવદ રોડના સિરામિક ઉધોગકારો દ્વારા પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેમના દ્વારા પિતા વિહોણી દિકરીઓને એક એક લાખની ધનરાશિ કરિયાવર રુપે આપી હતી.
મોરબી જિલ્લાના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામના રહેવાસી કોળી સમાજના રમેશભાઈ કરશનભાઈ થરેસાનુ ગંભીર બિમારીથી મૃત્યુ થયુ હતું. જેથી પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓ ચિ.મોનિકાબેન અને ચિ. ધર્મિષ્ઠાબેન લગ્નનો પ્રસંગ આવતા બને દિકરીઓને એક એક લાખની ધનરાશિ કરિયાવર રુપે હળવદ રોડના સિરામિક ઉદ્યોગકારોએ આપી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ કાર્ય માટે સિરામિક ઉદ્યોગપતિ નરભેરામભાઇ સરડવા (એકોડઁ ગૃપ ), સંજયભાઇ માકાસણા (નિલસન ગૃપ) તેમજ નરેન્દ્રભાઈ સંધાત (લેક્સિકોન ગૃપે) જહેમત ઊઠાવી હતી. સાથે ઉચીમાડલ ગામના સરપંચ તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.