ટ્રાફિક પોલીસે વાહનચાલકોને રાખડી બાંધી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. મોરબીમાં રક્ષાબંધનની ઉજવણી કરી મહિલા ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા લોકોને રાખડી બાંધી હતી. ટ્રાફિક પોલીસે લોકોને હેલ્મેટ પહેરવા સલાહ આપી હતી.
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને ફરજનું પ્રતીક છે.
આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે, ત્યારે આજ રોજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધન પર્વ નિમિત્તે ટ્રાફિક શાખા દ્વારા મોરબીની જનતાને નગર દરવાજા ખાતે ટી.આર.બી બહેનો દ્વારા રાખડી બાંધી પબ્લિક સુરક્ષા માટે હેલ્મેટ પહેરે તેવી અપીલ કરી હતી અને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી છે.