મોરબીમાં વિધાનસભા ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ છે તો બીજી બાજુ સીએમ પણ મોરબીના પ્રવાસે છે ત્યારે આઈબી અને પોલીસ દ્વારા બાજ નજર રખાઈ રહી છે જેમાં મોરબી પોલીસ દ્વારા જુદા જુદા હાઇવે પર ચુસ્ત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી એસપી એસ.આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈએ જુદી જુદી ટિમો બનાવી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ હેતુથી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જેમાં મોરબીના રાજકોટ બાયપાસ, કચ્છ હાઇવે ,અમદાવાદ હાઈ વે પરથી આવતા જતા વાહનોનું ચેકિંગ મોરબી એસઓજી ટીમના પીઆઈ જે.એમ.આલ સહિતની ટિમ દ્વારા જુદા જુદા હાઇવે પર થી પસાર થઈ રહેલા સવાર સુધીમાં 678 વાહનો ને ચેક કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં રોકડ રકમ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેતું હોય છે ત્યારે મુખ્યમંત્રી ના આગમન પૂર્વેની રાત્રીએ જ મોરબીમાં અન્ય જીલ્લાઓમાંથી પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ જ રીતે મોરબી સીટી એ ડીવીઝન ,બી ડીવીઝન પીઆઈ આઈ.એમ.કોંઢિયા,તાલુકા પીએસઆઇ એ .એ.જાડેજા,વાંકાનેર સીટી પીઆઈ બી.પી.સોનારા,વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા માળીયા પીએસઆઇ એન.બી.ડાભી સહિતના તમામ અધિકારીઓ ની ટિમ પણ ચેકિંગમાં હતી અને મોરબીમાંથી આવતા જતા તમામ વાહનો નું ચેકિંગ કર્યું હતું.