Saturday, November 16, 2024
HomeGujaratહળવદના ચરાડવા ગામ નજીક ટ્રાવેલ્સને આંતરી લુખાઓનો હુમલો: કુલ દસ જેટલા લોકો...

હળવદના ચરાડવા ગામ નજીક ટ્રાવેલ્સને આંતરી લુખાઓનો હુમલો: કુલ દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં નજીવી બાબતે જીવલેણ હુમલો કરતા કે લુખાઓ અચકાતા નથી ત્યારે આવો જ એક બનાવ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીકથી સામે આવ્યો છે. જેમાં લુખ્ખાઓએ પ્રસંગ માં ગયેલ પરિવાર ની ટ્રાવેલ્સને આંતરી તેના પર હુમલો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અમદાવાદથી મામેરુ પ્રસંગ પુર્ણ કરી આવી રહેલા પિપળી ગામના ડાભી પરીવારની ટ્રાવેલ્સને આંતરી અમુક લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો હતો. જે અંગેની માહિતી એમ હતી કે, ચરાડવા ગામે ટ્રાવેલ્સ ચા પિવા ઉભી રહી હતી જ્યાં ચા ની દુકાને લુખ્ખા અને વિધર્મિ યુવાનો ગાળો બોલતા હતા. જેને ગાળો બોલતા રોકતા લુખ્ખાઓ રોષે ભરાયા હતા. જે બાદ ચરાડવાથી ચા પી ને ટ્રાવેલ્સ નીકળી ગઈ હતી. ત્યાર બાદ ગામથી એક કિ.મી દૂર ટ્રાવેલ્સને ઉભી રાખી લુખ્ખાઓએ પથ્થર મારો કર્યો હતો. અને ટ્રાવેલ્સમાં બેઠેલા લોકો સાથે મારા મારી કરી હતી. જે હિંચકારા હુમલામાં ટ્રાવેલ્સ બસના કાચ ફૂટ્યા હતા. તેની સાથે સાથે ટ્રાવેલ્સમાં સવાર રણછોડભાઈ સતાભાઈ ડાભી (રહે પીપળી. તા.મોરબી), ગેલાભાઈ મુમાભાઈ ડાભી, નવઘણભાઈ દેવાભાઈ ડાભી, કંકુબેન કરણભાઈ ગમારા (રહે વાવડી), હીરાભાઈ ગોવિંદભાઈ ડાભી, ભાણજીભાઈ વરવાભાઈ ડાભી, અરજણભાઈ વાસાભાઈ બાંભા અને નાથાભાઈ સતાભાઈ ડાભીને ઈજાઓ પહોંચતા હળવદ અને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રાવેલ્સમાં સવાર ડાભી પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, ટોળાના હાથમાં ધારીયા, છરી અને પથ્થરો હતા. સાથે સાથે તેમની પાસે મરચાની ભૂકી પણ હતી. તેમજ લુખ્ખા તત્વોનો બસ લૂંટ કરવાનો પણ ઈરાદો હતો. તેની સાથે સાથે ટ્રાવેલ્સ બસને પણ સળગાવી દેવાનો લુખ્ખાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આંદરણા ગામથી માલધારી સમાજના યુવાનો ઘટના સ્થળે આવી જતા તેઓનો જીવ બચ્યો હતા. સાથે જ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનારા અમુક શખ્સને ઝડપી પણ લીધા હતા. આ બનાવમાં સામા પક્ષે સદામ ગુલ મોહમ્મદ ભટી (રહે. ચરાડવા) અને ઇમરાનભાઈ ગગાભાઈ જામ (રહે.ચરાડવા)ને પણ ઈજાઓ પહોંચી હોય સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!