Sunday, June 2, 2024
HomeGujaratમોરબીના નારણકા ગામે રસપ્રદ ચૂંટણી જંગ: દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુએ ભર્યા સરપંચના...

મોરબીના નારણકા ગામે રસપ્રદ ચૂંટણી જંગ: દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુએ ભર્યા સરપંચના ફોર્મ

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો બરોબરનો માહોલ જામ્યો છે. ફોર્મ ભરવા, પચાર પ્રસાર, સહિતની કામગીરી ચાલી રહી છે જેમાંઅનેક ગામો સમજણ દાખવી સમરસ પણ થઈ રહયા છે. પરંતુ મોરબીના નારણકા ગામમાં સમરસના સ્થાને ઉલ્ટી ગંગા વહેતી હોઇ તેમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ સંરપચ તરીકે ઉમેદવારી નોંધાવતા આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય સ્ત્રી અનામત સીટ છે. ત્યારે આ ચૂંટણીમાં સરપંચ બનવાના સપના સાથે અકે પરિવારના દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ સહિતનાઓએ સંરપંચ તરીકે આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. જેમાં સંરપંચ ઉમેદવાર તરીકે ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી અને ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. એક જ પરિવારમાંથી ત્રણ મહિલાઓએ ઉમેદવારી નોંધાવતા સમગ્ર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.આ ગામનો ચૂંટણી જંગ જાણે પરિવારનો જંગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!