Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર સિટીમાં ફરજ બજાવતા પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટિયો એસીબી હાથે પકડાયો...

વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટિયો એસીબી હાથે પકડાયો : દારૂના ગુનામાં કાર્યવાહી ન કરવા માંગી હતી લાંચ

વાંકાનેરમાં એસીબી ટીમે પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટીયાને પકડી પાડ્યો છે જેમાં એક લાખની માંગણી બાદ ૭૫ હજારમાં નક્કી થયું હતું જેમાં ૨૫ હજાર આપી દીધા હતા અને ૫૦ હજાર બાકી હોય આજે આપતા એસીબીએ છટકુ ગોઠવી પકડી પાડ્યાં.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરમાં આજે બપોરે મોરબી એસીબી પીઆઈ પી.કે ગઢવી સહિતની ટીમે ટોલ ફ્રી નમ્બરમાં આવેલી ફરીયાદ ના આધારે પોલીસકર્મી વતી વચેટીયાને ૫૦ હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે જેમાં એસીબીએ વાંકાનેર શહેર પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી કિશોરસિંહ નટવરસિંહ ઝાલા અને વચેટીયા પ્રવિણ ખોડાભાઈ બાંભવા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં મોરબી એસીબીની ફરિયાદ મળી હતી કે વાંકાનેર સીટી પોલીસમથકમાં ફરજ બજાવતા કિશોરસિંહ નટવરસિંહ ઝાલાએ દારૂના ગુનામાં પકડાયેલા એટલે કે ફરિયાદી પાસે કાર્યવાહી ન કરવા એક લાખની લાંચ માંગી હતી જેમાં રકઝક બાદ આ રકમ ૭૫ હજાર નક્કી થઈ હતી જે પૈકીની ૨૫ હજાર આપી દીધા હતા જ્યારે ૫૦ હજાર હજુ પણ દેવાના બાકી હોય જામીન પર છૂટેલા ફરિયાદીને પોલીસકર્મી કિશોરસિંહ દ્વારા ફોન પર અવાર નવાર રૂપિયા પહોંચાડવા ધમકી આપી રહ્યા હતા ત્યારે ફરિયાદ એ ટોલ ફ્રી નમ્બરમાં ફોન કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો જેમાં આજે મોરબી એસીબી પીઆઈ પી કે ગઢવી ની ટીમે છટકું ગોઠવ્યુ હતું અને લાંચની બાકી નીકળતી રકમ ૫૦ હજાર આપવા પોલીસકર્મી કિશોરસિંહને કહેતા તેઓએ વચેટિયા પ્રવિણ ખોડાભાઈ બાંભવાને ૫૦ હાજર આપી દેવા જણાવ્યું હતું આ સમયે મોરબી એસીબીએ છટકું ગોઠવી પોલીસકર્મી વતી લાંચ લેતા વેચેટિયા પ્રવિણ ખોડાભાઈ બાંભવાને પોલીસકર્મી કિશોરસિંહ ઝાલા વતી ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો સાથે જ પોલીસકર્મી અને વચેટીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી મોરબી એસીબી ટીમે હાથ ધરી છે સાથે જ આરોપીના ઘરની ઝડતી લેવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરાઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!