જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા ૧૭ અધિકારીઓની બદલી નો ઓર્ડર કરતા ચીફ ઓફિસર
કર્મચારીઓનેનગરપાલિકાની સેવાઓને સુદ્રઢ કરવાના આશયથી તેમની નવી જવાબદારીઓ સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવે છે.હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કનેયાલાલ કાલરીયાને એકાઉન્ટન્ટ અને આવક અને રહીશના દાખલામાં સહી કરવાની રહેશે.કેશિયર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ જાડેજાને હેડ કલાર્ક તરીકે ,જન્મ મરણ વિભાગમાં ભાવેશભાઈ દોશી ને લગ્ન નોંધણી વિભાગમાં અને જનરલ બોર્ડના ઠરાવો ની કામગિરી,યુબીએસ વિભાગમાંથી ચંદ્રેશ ભાઈ દંગી ને જન્મ મરણ વિભાગ અને આવક અને રહીશ ના દાખલામાં સહી કરવાની કામગીરી.એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડોલરભાઈ જોષી ને કેશિયર તરીકે ,લાયબ્રેરી વિભાગમાં ફરજ બજાવતા સંજય સિંહ રાઠોડ ને આવક જાવક વિભાગ માં,સેનિટેશન વિભાગમાં ફરજ બજાવતા દિલીપ સિંહ રાઠોડ અને ભૂગર્ભ ગટર વિભાગ માં.પવડી વિભાગમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ પટેલ ને સામે કાંઠે લાઇબ્રેરી વિભાગમાં.હાઉસ ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ અંજારિયા ને લીગલ વિભાગ અને મહેકમ વિભાગ માં.મહેકમ વિભાગમાં ફરજ બજાવતા મહેશભાઈ સોનગરા ને પીએફ તથા ઈપીએફઓ ની કામગીરી.હાઉસ ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા દલસુખભાઈ પટેલને અધર ટેક્ષ વિભાગ તથા વ્યવસાય વેરા વિભાગમાં.ફિલ્ટર હાઉસ માં ફરજ બજાવતા મનસુખભાઈ નરશીભાઇને સ્ટોર વિભાગમાં.હાઉસ ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા લાખુ ભા ઝાલા ને પાવડી વિભાગમાં.લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ખાખી ને હાઉસ ટેક્સ વિભાગ માં.અધર ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા કમલેશભાઈ રાવલને તથા સ્ટોર વિભાગમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ગોહિલ અને રેકર્ડ વિભાગમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ રવેશિયાને હાઉસ ટેક્સ વિભાગમાં કામગીરી સોંપવામાં આવી છે