આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેકટરે હસ્તક પહેલગામ આતંકી હુમલા મુદે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે હિન્દુ પ્રવાસીઓને ધાર્મિક ઓળખ પૂછીને કરવામાં આવેલી નિર્લજ્જ હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી નક્કર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીને તેમની નૃશંસ હત્યા કરવામાં આવી છે. જે ઘટના સમગ્ર રાષ્ટ્રને આઘાતગ્રસ્ત અને રોષિત કરનાર છે. આ માત્ર એક આતંકી હુમલો નથી, પરંતુ ભારતના બહુમત હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે. તેમ જણાવી આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ મોરબી જિલ્લા દ્વારા કલેકટર હસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં અનેક મુદ્દાઓ જેમ કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ તેમને ફાંસીની સજા આપવામાં આવે, જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પર્યટકો માટે સ્થાયી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, મૃતકના પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય અને એક પરિવારજને સરકારી નોકરી આપવામાં આવે, દરેક ધાર્મિક સ્થળ અને યાત્રાઓ માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે તેમજ ધાર્મિક આધાર પર કરવામાં આવેલી હિંસાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી સંડોવાયેલા તમામ આતંકીઓને કઠોર શિક્ષા આપવામાં આવે તેવી માંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરવામાં આવી છે. તેમજ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે આતંકવાદ સામે ખૂબ સાહસપૂર્વક લડત આપી છે. છતાં, આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે હજી પણ હિન્દુ સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ ધરાવતા તત્ત્વો સક્રિય છે, જે આપણા દેશની એકતા, અખંડતા અને સામાજિક સદભાવને નુકસાન પહોંચાડવાનો ષડ્યંત્ર રચી રહ્યાં છે… ત્યારે અતાંકાવડીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.. જે આવેદન પત્ર પાઠવવા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.