૧૨ મે એટલે આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ એટલે વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્શી નાઈટએન્ગલ જે “દયા ની દેવી” તરીકે ઓળખાય છે તેના જન્મદિન નિમિતે આ દિવસ ને ઉજવવામાં આવે છે
પતંજલિ નર્સિંગ સ્કૂલ દ્વારા આ કોરોના મહા મરીમાં રાત દિવસ દર્દી ની સેવા કરતા નર્સિંગ સ્ટાફ જે સિવિલ હોસ્પિટલ હળવદ.તથા સી.એચ.સી .તથા પી.એચ.સી, સેન્ટર માં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ નું સન્માન કરવામાં આવ્યું હતું.આ દિવસે ફ્લોરેન્શી નાઈટએન્ગલ ના કરેલ કાર્ય ,સેવા, કામ પ્રત્યેની પોતાની નિષ્ઠા ,તેમજ એક નર્સ તરીકેના કૌશલ્ય જેવા ગુણો વાગોળી ને પોતાના જીવન માં ઉતારવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે હળવદ સી.એચ.સી. સેન્ટરના ઓફિસર ડો. કૌશલભાઈ જાલરિયા તથા ડો. પિયુષભાઈ રાવલ તથા આર્યુવેદના મેડીકલ ઓફિસર ડો. જયેશભાઈ ગરધરિયા તથા તક્ષશિલા સ્કૂલ અને કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર ડો. મહેશભાઈ પટેલ તથા ડો.અલ્પેશભાઈ સીણોજીયા હાજર રહી તમામ નર્સિંગ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી