મોરબી સબ જેલ ખાતે ઇન્ટરનેશનલ પ્રિઝનર જસ્ટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલમાં રહેલ બંદિવાનો માટે જીલ્લા કાનૂની સેવા સમિતિ મોરબી દ્વારા બંદિવાનોનાં અધિકાર તેમજ કાનૂની જાગૃતિ અર્થે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ બંદિવાનોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેડીકલ કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમના આયોજન માટે ડી.એલ.એસ.એ ના પેનલ ચીફ એડવોકેટ શબાનાબેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલના ડૉ. હિતેશભાઇ બદરાનાઓએ શિબિરમાં હાજરી આપી કાર્યક્રમને સફળ આવ્યું હતું. સાથે જેલ અધિકક્ષક એ જી દેસાઈ તથા જેલર પી.એમ.ચાવડા ચાવડાનાઓએ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી હતી.