મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર-૧૧ ના ગોકુળનગરના છેવાડાના ભાગમાં આવેલા મહાદેવના મંદિર પાસેના વિસ્તારમાં હાલ વરસાદના પાણી ભરાઈ ગયા છે. વરસાદના પાણી શેરીમાં તો ઠીક પણ ઘરમાં ઘુસી જાય છે.તેથી લોકોની ઘરવખરીને નુકશાન પહોંચે છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
તેથી લોકોને ભારે હાલાકી પડે છે. આથી આ છેવાડાના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલ બુખારી દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.