મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનામાં હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે હાઇકોર્ટ દ્વારા આ કેસની તપાસ સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવેલ છે. જેને લઇ આજ રોજ CBI ટીમ મોરબી પહોંચી છે.
મોરબીમાં નવ વર્ષ પહેલાં ૨૦૧૫માં થયેલ બાળકના અપહરણ બાદ હત્યા કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. મોરબીમાં રહેતા દરજી કામ કરતા સામાન્ય પરિવારના ૧૪ વર્ષીય બાળક નિખિલ ધામેચાનું સ્કૂલેથી અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ ત્રણ દિવસે બાળકની ક્રૂર રીતે હત્યા કરાયેલ મૃતદેહ મોરબીના રામઘાટ નજીક બાચકામાંથી મળી આવ્યો હતો. જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી અને તે બાદમાં તપાસ CID ક્રાઈમને સોંપાઈ હતી. તપાસ બાદ પણ આરોપીની ઓળખ સુદ્ધાં ન મળતાં મૃતક બાળકના પરિવારજનોએ તપાસ CBIને સોંપવા વર્ષ ૨૦૨૦માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી થતાં તપાસ CBI ને સોંપવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરાયો છે. જેને લઇ CBI ટીમ મોરબી પહોંચી છે.હાલ CBI ટીમ મોરબી એસપી ઓફિસ ખાતે મૃતક બાળકના પિતાની પૂછપરછ કરી રહી છે.