મોરબીમાં કરોડોના ખર્ચે નવું બસ સ્ટેન્ડ અને અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને આ કામ ચાલુ હતું ત્યાં સુધી હંગામી ધોરણે બસ સ્ટેન્ડ ઊભી કરવામાં આવ્યું હતું અને લોકોએ પણ બે વરસ સુધી હંગામી બસ સ્ટેન્ડ માં ધૂળ ખાઈને સહન કરીને સહકાર આપ્યો પણ હવે નવું બસ સ્ટેન્ડ બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં ચાર – પાંચ મહિના થી હજુ આ બસ સ્ટેન્ડ ને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવતું નથી જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
જેમાં હવે કોંગ્રેસ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને કૉંગ્રેસ આ બસ સ્ટેન્ડ ને આવતીકાલે ૧૧ વાગ્યે લોકો માટે ખુલ્લું મૂકી દેશે તેવી જાહેરાત કરી છે અને સાથે સાથે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને જાહેર જનતાને પણ આ લોકાર્પણ માં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ જાહેરાત થતા જ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને ત્યારે હવે મોરબી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ નવા બસ સ્ટેશન નુ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ સફળ થશે કે કેમ તેનો જવાબ આવતીકાલે ૧૧ વાગ્યા પછી જ મળી શકશે.