Friday, November 15, 2024
HomeGujaratiPhone યુઝર્સ માટે iOS 18 સોફ્ટવેર અપડેટ રોલઆઉટ કરવાનું કર્યું શરૂ, યુઝર્સને...

iPhone યુઝર્સ માટે iOS 18 સોફ્ટવેર અપડેટ રોલઆઉટ કરવાનું કર્યું શરૂ, યુઝર્સને મળશે અનેક નવા ફિચર્સ

ટેક કંપની એપલે 16 સપ્ટેમ્બરના રોજ iPhone યુઝર્સ માટે iOS 18 સોફ્ટવેર અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જે ભારતીય iPhone યુઝર્સને આ અપડેટ આજે રાત્રીના 10:30 વાગ્યાથી મળવાનું શરૂ થઈ ગયું છે. જે અપડેટમાં, યુઝર્સને હોમ સ્ક્રીન કસ્ટમાઇઝેશન, લૉક સ્ક્રીન કસ્ટમાઇઝેશન, કંટ્રોલ સેન્ટર કસ્ટમાઇઝેશન, ટેક્સ્ટ ઇફેક્ટ અને લોક એન્ડ હાઇડ એપ્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ મળી રહેશે.

- Advertisement -
- Advertisement -

ટેક કંપની એપલે 16 સપ્ટેમ્બરના રોજ iPhone યુઝર્સ માટે iOS 18 સોફ્ટવેર અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જે કંપની યુઝર્સને હોમ સ્ક્રીન કસ્ટમાઇઝેશન, લૉક સ્ક્રીન કસ્ટમાઇઝેશન, કંટ્રોલ સેન્ટર કસ્ટમાઇઝેશન, ટેક્સ્ટ ઇફેક્ટ અને લોક એન્ડ હાઇડ એપ્સ સહિતની અનેક સુવિધાઓ આપી રહી છે. કંપનીએ આ વર્ષે જૂનમાં WWDC ઈવેન્ટમાં આ ફીચર્સ વિશે જાણકારી આપી હતી. પ્રારંભિક અપડેટમાં એપલ ઇન્ટેલિજન્સે અપડેટ ઉપલબ્ધ થશે નહીં. જોકે, Apple Intelligenceનું અપડેટ લેટેસ્ટ iPhone 16 સિરીઝ અને iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં આવશે. જેમાં હોમ સ્ક્રીન કસ્ટમાઇઝેશન ફીચર દ્વારા યુઝર્સ એપ આઇકોનને ગમે ત્યાં લગાવી શકે છે. એપ આઇકોનને ડાર્ક કલરમાં બનાવવાની સાથે, ટેક્સ્ટ વગર આઇકોનને મોટું કરવાનો વિકલ્પ પણ આપશે, iOS 18 અપડેટમાં iPhone યુઝર્સને મેસેજ શેડ્યૂલ કરવાનો વિકલ્પ મળશે. જે સમય પસંદ કર્યા પછી, વપરાશકર્તાઓ તેમનો સંદેશ લખશે અને તેને મોકલશે, જે પસંદ કરેલા સમયે સંદેશ પ્રાપ્તકર્તા સુધી પહોંચશે, ટેક્સ્ટ ઇફેક્ટ અપડેટ પછી, યૂઝર્સ ટેક્સ્ટ પસંદ કરી શકશે અને તેમાં ઇફેક્ટ ઉમેરી શકશે. યૂઝર્સ તે અસર સાથે સંદેશા મોકલી શકશે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને વધુ સારા મેસેજિંગ માટે RCS સપોર્ટ પણ મળશે, iOS 18 અપડેટ પછી, iPhone યુઝર્સને એપ્સને લોક કરવાનો અને એપ્સને છુપાવવાનો વિકલ્પ મળશે. વપરાશકર્તાઓ એપ્સને લૉક કરવા અને છુપાવવા માટે ફેસ આઈડી, ટચ આઈડી અથવા પાસકોડનો ઉપયોગ કરી શકશે, Apple iOS 18 માં Photos એપને અપડેટ કરી રહ્યું છે, જેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમાં ફોટો લાઈબ્રેરી એક સાથે જોઈ શકાય છે. તમે થીમ અનુસાર તમારા ફોટા પણ જોઈ શકો છો. આ રીતે લોકો વધુ ફિચર્સ મળી રહે તે માટે એપલે iOS 18 અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!