હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી થઈ રહી છે. તેવી બાતમીને આધારે રેઇડ કરી બે ઇસમોને લોખંડના સળીયા કિંમત રૂ. ૨૦,૯૦,૦૪૦/- અને ટ્રક સહિત કુલ કિંમત રૂ. ૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા દ્વારા હાઇવે રોડ ઉપર લોખંડ તથા કેમીકલ ચોરીના બનાવ અટકાવવા સખત સુચના આપી હતી. જે અંતર્ગત આજરોજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની ડિ-સ્ટાફની ટીમ હળવદ હાઇવે પર પેટ્રોલીંગ કરતી હતી. ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયાને બાતમી મળી કે શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી થઈ રહી છે. જે જગ્યાએ રેઇડ બે ઇસમોને વિપુલભાઇ કાળુભાઇ પરમાર અને રાવતારામ સેરારામ બાનાને લોખંડના સળીયા કિંમત રૂ. ૨૦,૯૦,૦૪૦/, ટ્રક રજી. નં. GJ-12-CT-5651 કિંમત રૂા. ૧૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે પકડી બંને ઇસમો વિરુધ્ધમાં બી.એન.એસ.એસ. કલમ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વોન્ટેડ આરોપી દિલીપભાઇ ધનશ્યામભાઇ ભાટીયા, પ્રભુરામ હેમતારામ નહેરાની અટકાયત કરવા પ્રયત્ન હાથ ધરાયા છે.
જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. ડી.વી.કાનાણી, એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા સિસોદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડિયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, લીંબાભાઇ હમીરભાઇ રબારી, મનોજભાઈ ગોપાલભાઇ પટેલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.