અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ – મોરબી જીલ્લા અને મહિલા સંઘ દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજના ૧૪ થી ૨૫ વર્ષના દિકરીબાઓ તથા નવપરણિત મહિલાઓ માટે “સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન” – એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ – મોરબી જીલ્લા અને મહિલા સંઘના જણાવ્યા અનુસાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ – મોરબી જીલ્લા દ્વારા આગામી ૦૨-૦૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી ત્રિમંદિર, નવલખી રોડ, મોરબી ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના ૧૪ થી ૨૫ વર્ષના દિકરીબાઓ તથા નવપરણિત મહિલાઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન અંતર્ગત એકદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાંપ્રત સમયમાં સંસ્કાર અને સંસ્કૃતિનાં રખેવાળ તરીકે રાજપૂત સમાજ તેમજ આમ સમાજ પણ જ્યારે રાજપૂતાણીઓ તરફ માનભેર અને આશાસભર દ્રષ્ટિએ જોઇ રહ્યો છે. ત્યારે ઉજળી પરંપરાઓની જાળવવીએ આપણી નૈતિક અને સામાજીક પ્રથમ ફરજ બને છે. આવા શુભ આશયથી એક દિવસીય શિબિરનું આયોજન કરેલ છે. જેમાં રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘના અનુભવી વકતાઓ માર્ગદર્શન આપશે. તો મોરબી જીલ્લામાંથી દરેક તાલુકા અને ગામથી બહોળી સંખ્યામાં દિકરીબાઑ તથા નવપરણિત મહિલાઓંને આ શિબિરમાં જોડાવાવ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ – મોરબી જીલ્લા અને મહિલા સંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બપોરના ભોજનની વ્યવસ્થા સ્થળ ઉપર જ કરવામાં આવેલ છે. તેમજ આ શિબિરમાં જોડાવવા માટેની રજીસ્ટ્રેશન ફી ૫૦ રૂ. છે.