Wednesday, January 7, 2026
HomeGujaratમોરબી સાવસર પ્લોટ વિસ્તારમાં દબાણ નથી દેખાતું ? : મોરબી મનપા કમિશ્નરને...

મોરબી સાવસર પ્લોટ વિસ્તારમાં દબાણ નથી દેખાતું ? : મોરબી મનપા કમિશ્નરને સામાજિક કાર્યકરોનો પત્ર

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ મનપા કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીના જુના બસ ટેન્ડ પાસે આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, પ્રભાત હોસ્પિટલ વાળી તમામ લાઇન તથા અશોક ટ્રેડીંગ વાળા પોતાનો માલ બારે રાખીને ટ્રાફીક કરે છે. અહીં પાર્કિંગ વિહોણું બેફામ બાંધકામ, ગેરકાયદેસર ઓટા-બોર્ડ, ઉભરાતી ગટરો તથા ગંદકી બાબતે તાત્કાલીક ડીમોલેશન કાર્યવાહી કરવા માંગ કરાઈ છે,

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા આજ રોજ મનપાના કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરના જુનાબસ ટેન્ડ નજીક આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. જેમાં ખાસ કરીને ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ તથા ગોકુલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આરોગ્ય સુવિધાની દ્રષ્ટએ હોસ્પિટલો હોવી સકારાત્મક બાબત છે. પરંતુ આ હોસ્પિટલો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દર્દીઓ તેમના સગાંઓ તેમજ વિસ્તારના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ હોસ્પિટલ સહિત એક પણ હોસ્પિટલમાં પૂરતી વાહન પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી છતા નિર્ભપણે હોસ્પિટલો ચાલુ રાખવામાં આવી છે. દર્દીઓ, વૃધ્ધો, મહિલાઓ તેમજ ઈમરજન્સી કેસ લઈને આવતી એમ્બ્યુલન્સ માટે વાહન ઉભું રાખવાની જગ્યા ન હોવાના કારણે મુખ્ય જાહેર માર્ગ પર અસ્તવાસ્ત પાર્કિંગ થાય છે. જેના કારણે સતત ટ્રાફિક જામ તથા અકસ્માતની સંભાવના રહે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ હોસ્પિટલો દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણથી ચાર ફુટના ઓટા, રેમ્પ તથા મોટા બોર્ડ જાહેર રસ્તા સુધી બહાર કાઢી કબજો કરવામાં આવ્યો છે. જે મહાનગરપાલિકાના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સાવસર પ્લોટ વિસ્તારમાં ગટરો સતત ઉભરાય છે. ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે તથા કચરાના ઢગલા રહેતા દુર્ગંધ અને રોગચાળો ફેલાવની ગંભીર શકયતા છે. શહેરના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયેસર બાંધકામ સામે ડિમોલેશન જેવી કડક કર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હોસ્પિટલો સામે કાર્યવાહી ન થવાથી નિયમોની સમાન અમલવારી અંગે ગંભીર પશ્નો ઉભા થાય છે. આજની સ્થિતિ જોતા એવું સ્પષ્ટ લાગે છે કે પાર્કિંગ વિના તથા ગેરકાયદેસર બાંધકામ સાથે કેટલીક હોસ્પિટલોને અધોષિત છુટછાટ આપવામાં આવી રહી

છે જે સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ તથા જનહિત વિરુદ્ધ છે. ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરાઈ છે કે, પાર્કિંગ વિના ચાલતી ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ તથા તમામ હોસ્પિટલ સહિતલોની તાત્કાલિક તપાસ કરવામાં આવે. ગેરકાયદેસર ઓટા, રેમ્પ તથા બોર્ડ પર ડિમોલેશનની કડક કાર્યાવહી કરવામાં આવે. ડ્રેનેજ, ગટર તથા સ્વચ્છતાની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે. નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં પાર્કિંગની પૂરતી સુવિધા વિના કોઇ પણ હોસ્પિટલને મંજૂરી આપવામાં ન આવે. જો આ બાબતો અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો દર્દીઓ તથા નાગરિકોમાં વ્યાપેલો રોષ વધુ ઉગ્ર બનવાની પૂરી શક્યતા છે. જેના માટે તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!