મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ દ્વારા મારામારીના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃત્તીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગંભીર ગુન્ગઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ મોરબીનાં કાલીકપ્લોટ જલાલચોક પાસે રહેતા ઇરફાન કરીમભાઇ પારેડી મીયાણા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે.