Thursday, August 28, 2025
HomeGujaratમોરબીનાં વીસીપરા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

મોરબીનાં વીસીપરા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા મોરબી શહેરનાં વીસીપરા વિસ્તારમાં રોડ પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, આરીફ આલમશા સૈયદ (રહે. વીસીપરા) પોતાની GJ-36-AK-8212 નંબરનું એકસેસ મોટર સાયકલની ડેકીમાં માદક પદાર્થ ગાંજો રાખી ગાંજાનુ વેચાણ કરવા બિલાલી મસ્જીદ તરફથી નીકળી વીસીપરા ફાટકથી નીકળનાર છે. જે બાતમીનાં આધારે આરોપીની વોચમાં રહેતા GJ-36-AK-8212 નંબરની એકસેસ સાથે આરોપી આરીફ આલમશા સૈયદ નિકળતા તેને રોકી તેની તથા તેના મોટરસાઇકલની ઝડતી તપાસ કરતા તેમાંથી રૂ.૧૩,૮૭૦/-ની કિંમતનો ૧ કિલો ૩૮૭ ગ્રામ નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો તથા રૂ.૪૫,૦૦૦/-ની કિંમતનું એકસેસ તથા રૂ.૫૫૦૦/-નું એક મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા-૬૪,૩૭૦/-નો મુદ્દામાલ કરી આરોપી વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમને ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. જયારે જથ્થો મંગાવનાર અનવર ઉફ્ફે મનોજ ગુલામહુશેન સુમરાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!