મોરબીના લવાડી સર્કલ પાસે પચીસ વારીયા સોસાયટીમાં રહેતા ઈસમના રહેણાંક મકાનમાંથી પોલીસે 40 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણમાં અન્ય એક આરોપીનું નામ ખૂલતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્ર્લિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, આશીફભાઈ મહમદભાઈ બ્લોચ (રહે મોરબી હાલ પચીસ વારીયા મેઈન રોડ પર રામભાઈ જાની ના મકાનમા મુળ રહે ભારતપરા જીનતાન રોડ સુરેદ્રનગર) તથા રફીકભાઈ ઉર્ફે વલો હુશૈનભાઈ જામ (રહે સુરેદ્રનગર) નામના ઈસમોએ વેચાણ કરવાના ઇરાદે પર પ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી આશીફભાઈ મહમદભાઈ બ્લોચના રહેણાંક મકાનમાં છુપાડેલ છે. જે હકીકતના આધારે આરોપીના દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા સોસાયટીમાં આવેલ રહેણાંક મકાને રેઇડ કરી સ્થળ પરથી આશીફને વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની રૂ.૧૫,૦૦૦/-ની કિંમતની કુલ ૪૦ બોટલો સાથે પકડી પાડ્યો છે. જયારે રફીકભાઈ ઉર્ફે વલોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.