વાંકાનેરમાં વધુ એક વૃધ્ધ પર નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં વૃધ્ધે તેના દીકરાને પોતાની વાડીમાં માલઢોર ચરાવવાની ના પાડતા એક ઈસમે વૃધ્ધ પર હુમલો કર્યો હતો અને “વીડીમા માલઢોર ચરાવવાની ના પાડશો તો હજુ તમને વધુ માર મારીશ” તેમ ધમકી પણ આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં લુણસરીયા ગામે રહેતા દોલતસિંહ અમરસિંહ ઝાલા નામના વૃધ્ધની વીડીએ તેનો દિકરો ધવલ માલઢોર ગાયો ભેંસો ચરાવતો હોય જેથી તેને વીડીમા માલઢોર ચરાવવાની ના પાડેલ તે બાબતનો ખાર રાખી ધારાભાઈ કુકાભાઈ ટોટા (રહે-ગામ-લુણસરીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમે ફરિયાદીને ગાળો કાઢી લાકડી વતી જમણા પગે પંજાના ભાગે તથા છાતીના ભાગે જમણી બાજુ માર મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ વીડીમા માલઢોર ચરાવવાની ના પાડશો તો હજુ તમને વધુ માર મારીશ તેમ માર મારવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.