ટંકારા તાલુકાના નેકગામે એક ઇસમ આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની શીરપની બોટલોના મુદ્દામાલ સાથે કોઇ પણ જાતના આધાર વગર મળી આવતા તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના નેકગામ રબારીવાસ ખાતે રહેતા સામાવાળા હસમુખભાઈ નડીયાપરા આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની શીરપ બોટલો જેમાં અંગ્રેજીમા AYURVEDIC PROPRIETARY MEDICINE GEREGEM ASAV-ARISHTHA લખેલ 14 બોટલ તથા KAL MEGHASAVA ENHANCE THE FUNCTION OF LIVER AND SPLEEN ASAVA-ARISTHA PERFECT BLEND OF HEALTHFUL RICH INGREDIENTS લખેલ 6 બોટલ એમ બન્ને બ્રાન્ડની મળી કુલ 20 બોટલોના રૂ.2820/-નો મુદ્દામાલ કોઇ પણ જાતના આધાર પુરાવા કે બીલ વગર ગેર કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે પોતાના હવાલાવાળી રાજવાડી હોટલ-દુકાનમાં રાખી મળી આવતા તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.