મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મતવા ચોકથી આગળ રાજબેંક વાળા મેઇન રોડ ઉપરથી એક ઈસમને વોટ્સએપથી વર્લી ફીચરનો જુગાર રમાડતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મતવા ચોકથી આગળ રાજબેંક વાળા મેઇન રોડ ઉપર રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી બશીર સલીમભાઇ ચાનીયા નામના શખ્સને જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી/લખાવી અન્ય ઈસમ પાસે કપાત કરાવી જુગાર રમી રમતા જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ વીવો કંપનીનો રૂ.૫૦૦૦/-ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રોકડ રૂ.૬૧૨૦/ મળી કુલ રૂ.૧૧૧૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી બશીર સલીમભાઇ ચાનીયાને જેલ હવાલે કરાયો છે. જયારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.